રોડ શોમાં લોકોને સંબોધતા (Arvind kejriwal) કેજરીવાલે કહ્યું કે, "કેટલાક લોકો 'મોદી, મોદી'ની બૂમો પાડી રહ્યા છે. હું તેમને કહેવા માંગુ છું કે તેઓ જેમની તરફેણમાં ઈચ્છે તેના નારા લગાવે, પરંતુ કેજરીવાલ જ તમારા બાળકો માટે શાળાઓ બનાવશે. તમે ગમે તેટલા નારા લગાવી શકો છો, પરંતુ કેજરીવાલ જ તમને મફતમાં વીજળી આપશે. Arvind kejriwal (File photo) રવિવારે ગુજરાતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ના રોડ શો દરમિયાન કેટલાક લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાતમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી છે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં સાંજે જ્યારે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર રોડ શોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. હાલોલમાં આમ આદમી પાર્ટીનો રોડ શો હતો તે દરમિયાન ચારે બાજુથી મોદી મોદીના નારા લાગ્યા હતા,આ પ્રકારના ટીખળનો જવાબ અરવિંદ કેજરીવાલે આપ્યો હતો અને કહ્યું હતું કે હું તમારા દિલ જીતીને રહીશ. સભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે નાગરિકોની જે ઈચ્છા હોય તેના પક્ષમાં નારા લગાવવા જોઈએ, પરંતુ આ...
Comments
Post a Comment