રાહુલ ગાંધી સહિત 3 કોંગ્રેસી નેતાઓ સામે કેસ દાખલ, જાણો સમગ્ર મામલો
મ્યુઝિક લેબલે તેની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે તેની મંજૂરી વિના ભારત જોડો યાત્રાના માર્કેટિંગ વીડિયો બનાવવા માટે KGF 2ના ગીતોનો ઉપયોગ કર્યો છે. તેમનું કહેવું છે કે વીડિયોમાં રાહુલ ગાંધી જોવા મળી રહ્યા છે.
મ્યુઝિક લેબલે તેની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે તેની મંજૂરી વિના ભારત જોડો યાત્રાના માર્કેટિંગ વીડિયો બનાવવા માટે KGF 2ના ગીતોનો ઉપયોગ કર્યો છે. તેમનું કહેવું છે કે વીડિયોમાં રાહુલ ગાંધી જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં રાહુલ ગાંધી અન્ય ઘણા કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો સાથે ભારત જોડો યાત્રા પર છે.
કેટલા લોકો સામે દાખલ થઈ FIR
આ કેસમાં મ્યુઝિક લેબલ એમઆરટીએ કોંગ્રેસ સિવાય રાહુલ ગાંધી, સુપ્રિયા શ્રીનેત અને જયરામ રમેશ સહિત પાર્ટીના ત્રણ નેતાઓ પર કેસ કર્યો છે. બેંગ્લોરના યશવંતપુર પોલીસ સ્ટેશનમાં શુક્રવારે આ કેસ નોંધવામાં આવ્યો હતો. આઈપીસીની કલમ 403, 465, 120 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 66 અને કોપીરાઈટ એક્ટ, 1957ની કલમ 63નો પણ એફઆઈઆરમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
કંપનીના વકીલે શું કહ્યું?
મ્યુઝિક લેબલ એમઆરટીના કાઉન્સેલ નરસિમ્હન સંપથે જણાવ્યું હતું કે ફરિયાદ ફક્ત સ્ટીયરિંગ કમિટીના સભ્યો દ્વારા ગેરકાયદેસર છેતરપિંડી અને ગેરકાયદેસર પગલાંથી સંબંધિત છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે ગેરકાયદેસર રીતે KGF 2નું હિન્દી ગીત ડાઉનલોડ કર્યું, વીડિયો બનાવ્યો અને તેનું પ્રસારણ કર્યું અને એવું દેખાડ્યું કે જાણે કોંગ્રેસની માલિકી હોય. તેણે તે વીડિયોમાં ‘ભારત જોડો’ યાત્રાના લોગોનો પણ ઉપયોગ કર્યો હતો અને તેને તેના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા પ્રસારિત કર્યો હતો.
જો કે, ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા MRTના વકીલે સ્પષ્ટતા કરી હતી કે કંપનીએ માત્ર તેના વૈધાનિક અધિકારોનો ઉપયોગ કરીને કોપીરાઈટ અંગે ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે કંપનીનો કોઈ રાજકીય પક્ષની છબી ખરાબ કરવાનો કોઈ ઈરાદો નથી.
Comments
Post a Comment