દરિયા કિનારે જોવા મળ્યા વિચિત્ર દરિયાઇ જીવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટોસ
હાલમાં દુનિયાના એક દરિયા કિનારે કેટલાક વિચિત્ર જીવો જોવા મળ્યા છે. આવા દરિયાઈ જીવો તમે પહેલા ક્યારેય નહીં જોયા હશે. આ જીવોના કેટલાક ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ દરિયા કિનારે 2 નવા મરીન પાર્ક 2,500 કિમી સ્થિત છે. તે વિસ્તારના દરિયામાં શોધખોળ અભિયાન દરમિયાન શોધકર્તાઓને વિચિત્ર જીવો મળ્યા છે. આ જીવોને જોઈ વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. આ વિસ્તાર ડાયનાસોર યુગ દરમિયાન બનેલા દરિયાઈ પર્વતોથી ઘેરાયેલો વિસ્તાર છે. જે જગ્યા પરથી આ જીવ મળ્યા તે પ્રશાંત અને હિન્દ મહાસાગર વચ્ચેની જગ્યા છે.
વિચિત્ર દરિયાઈ જીવો
નવા બનેલા મરીન પાર્ક આ કોકોસ કીલિંગ અને ક્રિસમસ આઈલેન્ડ આસપાસના દરિયાઈ વિસ્તારની રક્ષા કરશે. શોધકર્તાઓએ 35 દિવસની પોતાની શોધખોળ દરમિયાન 13 હજાર કિમીની યાત્રા દરિયાઈ વિસ્તારમાં કરી. આ વિચિત્ર દરિયાઈ જીવો સાથે તેમને જવાળામુખી અને દરિયાઈ પહાડ પણ મળ્યા. તેમાનું એક જવાળામુખી લગભગ 14 કરોડ વર્ષ પહેલા બન્યો હતો. આ તમામ વસ્તુ સોનારના ઉપયોગથી દરિયાઈ વિસ્તારની મેપિંગ કરતા સમયે મળી.
આ તમામ વિચિત્ર જીવો દરિયામાં 5,500 મીટર ઉડાઈમાં ફેંકવામાં આવેલી જાળમાં મળ્યા હતા. તમામ જીવોના ફોટોઝ પરથી અંદાજ લગાવી શકાય છે કે આ જીવો ખરેખર વિચિત્ર અને ક્યારેય ન જોયા હોય તેવા છે. આવા અનેક જીવો દરિયાની ઊંડાઈમાં હશે, જે માનવજાતિને આજદિન સુધી જોવા નથી મળ્યા.
Comments
Post a Comment