LOC પાસે બે આતંકી ઠાર મરાયા, સેના-પોલીસના સંયુક્ત ઓપરેશનને મળી સફળતા
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર રવિવારે બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ સૂત્રોએ આ માહિતી આપી હતી. jammu and kashmir TV9 GUJARATI | Edited By: Jayraj Vala Sep 25, 2022 | 3:26 PM જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા ( LOC ) પર રવિવારે બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ સૂત્રોએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું કે સેના અને કુપવાડા પોલીસે કુપવાડાના માછિલ વિસ્તારમાં નિયંત્રણ રેખા પર ટેકરી નાર પાસે બે આતંકવાદીઓને ઠાર કર્યા. પોલીસે કહ્યું કે, બે એકે 47 રાઈફલ, બે પિસ્તોલ અને ચાર ગ્રેનેડ મળી આવ્યા છે. વિગતવાર માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. એક દિવસ પહેલા શનિવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં બે બિન-સ્થાનિક મજૂરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. કાશ્મીર ઝોન પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “આતંકવાદીઓએ પુલવામાના ખારપોરા રત્નીપોરામાં બે બહારના મજૂરોને ગોળી મારીને ઘાયલ કરી દીધા હતા. પોલીસે જણાવ્યું હતું કે બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમ...