Congress President Election: કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે 24મીથી શરૂ થશે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા, 19મી ઓક્ટોબરે જાહેર થશે પરિણામ
Congress President Election: કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણીને લઈને ચાલી રહેલી અટકળો પર રાહુલ ગાંધીના નિવેદન પર પૂર્ણ વિરામ મુકાઈ ગયુ છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યુ છે કે ગાંધી પરિવારમાંથી કોઈ પણ સભ્ય કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી નહીં લડે. હાલ કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં ચાર ચહેરાઓ છે જેમા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત મુખ્ય ચહેરો છે.

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી (Congress President Election)ને લઈને જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જેમા 24થી 30 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. નામાંકન પરત ખેંચવા માટેની છેલ્લો દિવસ 8 ઓક્ટોબર છે. જો એકથી વધુ ઉમેદવારો હશે તો 17 ઓક્ટોબરે મતદાન થશે. જેમા 19મી ઓક્ટોબરે તેનુ ચૂંટણીનું પરિણામા જાહેર કરવામાં આવશે. જો કે આ ચૂંટણીમાં ગાંધી પરિવારમાંથી એક પણ સભ્ય કોંગ્રેસના અધ્યક્ષ બનશે નહીં. કોંગ્રેસ (Congress)ની ચૂંટણી સમિતિએ પાર્ટી અધ્યક્ષની ચૂંટણી માટેનું શેડ્યુલ જાહેર કર્યુ છે.
આ ચૂંટણીમાં બે મોટા નામો સામે આવી રહ્યા છે જે આ ચૂંટણીમાં મોટા ચહેરા તરીકે ઉભરી આવી શકે છે. જેમા શશી થરૂર અને અશોક ગેહલોત (Ashok Gehlot) બે મોટા ચહેરા છે. જો કે મનિષ તિવારીએ પણ આ રેસમાં સામેલ થઈ શકે છે. આ સાથે દિગ્વિજયસિંહ પણ આ રેસમાં સામેલ છે. આ તમામ ચર્ચાઓ પર 19મી ઓક્ટબરે પૂર્ણ વિરામ મુકાઈ જશે કારણ કે પાર્ટીના અધ્યક્ષનો ચહેરો 19મી ઓક્ટોબરે જાહેર થઈ જશે.
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષમાં ગઠમથલ ચાલી રહી છે. આ ઘટનાક્રમ વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યુ તેઓ અધ્યક્ષપદ માટે ચૂંટણી લડશે અને ટૂંક સમયમાં ઉમેદવારી પત્ર ભરશે. અશોક ગેહલોતે જણાવ્યુ કે તેઓ શશિ થરૂર સામે ઓપન ચૂંટણી માટે તૈયાર છે. બે પદ પર રહેવાના સવાલ પર તેમણે કહ્યુ કે હું બે પદ પર રહીને ન્યાય નહીં કરી શકુ. કોંગ્રેસ અધ્યક્ષને સમગ્ર દેશની પાર્ટીની જવાબદારી નિભાવવાની હોય છે. આથી હું સીએમ પદ છોડી દઈશ.
સચિન પાયલોટના સીએમ બનવાના સવાલ પર તેમણે જણાવ્યુ કે એ અંગે ધારાસભ્યો નક્કી કરશે કે શું કરવુ છે. ગેહલોતે આ અગાઉ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. છેલ્લા 22 વર્ષથી ગાંધી પરિવારમાંથી જ કોંગ્રેસ અધ્યક્ષ બનતા આવ્યા છે. જો કે હવે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે.
ગાંધી પરિવારમાંથી કોઈપણ સભ્ય નહીં બને પાર્ટી અધ્યક્ષ: રાહુલ ગાંધી
આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. જોકે, તેમણે ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ સાથે જ એ વાતની પણ પુષ્ટિ થઈ ગઈ છે કે ગાંધી પરિવારમાંથી કોઈ પ્રમુખની ચૂંટણી લડશે નહીં. બીજી તરફ હાલમાં જ અશોક ગેહલોતે મીડિયાને કહ્યું હતું કે મેં રાહુલ ગાંધીને ઘણી વખત વિનંતી કરી હતી કે તેઓ બધાની ઈચ્છાઓ સ્વીકારે અને ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ બને. પરંતુ, તેમણે નક્કી કર્યું છે કે ગાંધી પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ આગામી પાર્ટી અધ્યક્ષ ન બને.
રાહુલ ગાંધી હાલ કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર
હાલ રાહુલ ગાંધી કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંતર્ગત અલગ-અલગ સ્થળોનો પ્રવાસ કરી રહ્યા છે. માહિતી મળી રહી છે કે રાહુલ ગાંધીનું સંપૂર્ણ ધ્યાન 2024ની લોકસભા ચૂંટણી પર છે. જો કે આ પહેલા પાર્ટીના કેટલાક અન્ય નેતાઓ પણ અધ્યક્ષની ચૂંટણી માટે આગળ આવ્યા હતા, જેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂરનું નામ પણ સામે આવ્યું હતું. તેમને ચૂંટણી લડવા માટે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પાસેથી NOC એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ મળ્યું છે.
મારે વધુ કોઈ પદ જોઈતું નથી: ગેહલોત
તેમણે કહ્યું, ‘આજે હું મુખ્યમંત્રી છું, તે જવાબદારી નિભાવી રહ્યો છું. હું કોંગ્રેસની સેવા કરવા માંગુ છું. જ્યાં પણ મારો ઉપયોગ થશે, પછી તે રાજસ્થાન હોય કે દિલ્હી, હું જ્યાં પણ હશે ત્યાં તૈયાર રહીશ કારણ કે પાર્ટીએ મને બધું જ આપ્યું છે. હવે પદ મારા માટે મોટી વાત નથી. એક પ્રશ્નના જવાબમાં ગેહલોતે કહ્યું કે, જો મારી બસ ચાલશે તો હું કોઈ હોદ્દો નહીં સંભાળીશ. મને રાહુલ ગાંધી સાથે રસ્તા પર જવા દો અને ફાસીવાદીઓ સામે મોરચો ખોલીશ.
Comments
Post a Comment