LOC પાસે બે આતંકી ઠાર મરાયા, સેના-પોલીસના સંયુક્ત ઓપરેશનને મળી સફળતા

 

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર રવિવારે બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ સૂત્રોએ આ માહિતી આપી હતી.


LOC પાસે બે આતંકી ઠાર મરાયા, સેના-પોલીસના સંયુક્ત ઓપરેશનને મળી સફળતા
jammu and kashmir








TV9 GUJARATI

 | Edited By: Jayraj Vala

Sep 25, 2022 | 3:26 PM

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા (LOC) પર રવિવારે બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ સૂત્રોએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું કે સેના અને કુપવાડા પોલીસે કુપવાડાના માછિલ વિસ્તારમાં નિયંત્રણ રેખા પર ટેકરી નાર પાસે બે આતંકવાદીઓને ઠાર કર્યા. પોલીસે કહ્યું કે, બે એકે 47 રાઈફલ, બે પિસ્તોલ અને ચાર ગ્રેનેડ મળી આવ્યા છે. વિગતવાર માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.

એક દિવસ પહેલા શનિવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં બે બિન-સ્થાનિક મજૂરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. કાશ્મીર ઝોન પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “આતંકવાદીઓએ પુલવામાના ખારપોરા રત્નીપોરામાં બે બહારના મજૂરોને ગોળી મારીને ઘાયલ કરી દીધા હતા. પોલીસે જણાવ્યું હતું કે બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે. પોલીસે જણાવ્યું કે, બંને મજૂરોની ઓળખ બિહારના બેતિયા જિલ્લાના રહેવાસી શમશાદ અને ફૈઝાન કસરી તરીકે થઈ છે.


બે મોર્ટાર મળી આવ્યા

આતંકવાદીઓ કોઈપણ સંજોગોમાં જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માંગે છે. જમ્મુ અને સાંબા જિલ્લાના આગળના ગામોમાં આંતરરાષ્ટ્રીય સરહદ (IB) સાથેના આગળના ગામોમાંથી બે કાટવાળું મોર્ટાર શેલ મળી આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, શનિવારે સવારે જમ્મુની બહાર અખનૂર સેક્ટરના પ્રાગવાલમાં ગ્રામજનોએ એક મોર્ટાર શેલ જોયો હતો જેને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો હતો. ગુરુવારે મોડી રાત્રે સાંબા જિલ્લાના રીગલ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા વધુ એક મોર્ટાર શેલ મળી આવ્યો હતો. જો કે, નિષ્ણાતો દ્વારા શેલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ મોર્ટાર ઘણા જૂના છે.



Comments

Popular posts from this blog

દરિયા કિનારે જોવા મળ્યા વિચિત્ર દરિયાઇ જીવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટોસ

રાહુલ ગાંધી સહિત 3 કોંગ્રેસી નેતાઓ સામે કેસ દાખલ, જાણો સમગ્ર મામલો

Gujrat Election 2022: અરવિંદ કેજરીવાલના રોડ શોમાં લાગ્યા મોદી મોદીના નારા, પછી અરવિંદ કેજરીવાલે આપ્યો કંઇક આવો જવાબ!