નબળા દિલના લોકોને T20 વર્લ્ડ કપ મેચ ન જોવી, 7 મોટી ઉથલપાથલથી ઉડી ગયા હોશ

 

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup)માં ફરી એક વખત મોટી ઉથલપાથલ જોવા મળી છે. સાઉથ આફ્રિકાની ટીમ એડિલેડમાં તેની છેલ્લી ગ્રૂપ મેચ નેધરલેન્ડ સામે હારી ગઈ હતી અને ટૂર્નામેન્ટમાંથી તેનું પત્તા સાફ થઈ ગયું હતું

નબળા દિલના લોકોને T20 વર્લ્ડ કપ મેચ ન જોવી, 7 મોટી ઉથલપાથલથી ઉડી ગયા હોશ
T20 વર્લ્ડ કપ 2022ના મુખ્ય ફેરફાર
Image Credit Source: Twitter


T20 વર્લ્ડ કપ 2022 જ્યારથી આ ટૂર્નામેન્ટ શરૂ થઈ છે ત્યારથી ક્રિકેટ ચાહકોને રોમાંચનો એવો ડોઝ મળી રહ્યો છે કે જેનો કદાચ કોઈને વિશ્વાસ પણ કર્યો ન હતો ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી-20 વર્લ્ડ કપમાં એક નહીં, બે નહીં પરંતુ 7 એવા ફેરફાર થયા છે, જેના પછી એ કહેવું યોગ્ય રહેશે કે નબળા દિલના લોકોએ આ ટૂર્નામેન્ટ ન જોવી જોઈએ. આવું જ કંઈક રવિવારે સવારે એડિલેડના મેદાનમાં પણ જોવા મળ્યું હતું. ટી20 વર્લ્ડ કપ જીતવાની મોટી દાવેદાર એવી ટીમને નબળી ટીમે બહાર ફેંકી દીધી હતી.

 

વાત થઈ રહી છે સાઉથ આફ્રિકાની જેમણે નેધરલેન્ડ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો છે. સાઉથ આફ્રિકાની હાર જ આ ટૂર્નામેન્ટમાં ચૌંકાવનારી વાત નથી. ટી 20 વર્લ્ડકપમાં અત્યારસુધી 7 મેચ એવી રમાઈ છે જેમણે જેણે આખી દુનિયાને દંગ કરી નાંખી છે. ચાલો જોઈએ ટી 20 વર્લ્ડકપના 7 મોટાફેરફારની

T20 વર્લ્ડ કપ 2022ના મુખ્ય ફેરફાર જુઓ

  • T20 વર્લ્ડ કપ 2022ની પહેલી મેચ સૌથી મોટો અપસેટ હતો. 16 ઓક્ટોબરના રોજ, શ્રીલંકાની ટીમ જેણે એકવાર T20 વર્લ્ડ કપ જીત્યો હતો, તેને નામીબિયાએ હરાવી હતી. આ મેચમાં નામિબિયાએ 7 વિકેટે 163 રન બનાવ્યા હતાપરંતુ શ્રીલંકા 108 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. નામિબિયાએ આ મેચ 55 રને જીતી લીધી હતી.
  • T20 વર્લ્ડ કપ 2022નો બીજો અપસેટ 17 ઓક્ટોબરે થયો હતો. ગ્રુપ સ્ટેજની ત્રીજી મેચમાં સ્કોટલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 42 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા સ્કોટલેન્ડે 160 રન બનાવ્યા હતા અને જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 118 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
  • T20 વર્લ્ડ કપનો ત્રીજો ફેરફાર 21 ઓક્ટોબરે થયો હતો. ગ્રુપ સ્ટેજની 11મી મેચમાં આયર્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે કચડી નાખ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા વિન્ડીઝની ટીમ 5 વિકેટે 146 રન જ બનાવી શકી અને જવાબમાં આયર્લેન્ડ ટીમે 15 બોલ પહેલા જ આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો.
  • T20 વર્લ્ડ કપનો ચોથો અપસેટ ઝિમ્બાબ્વેએ સુપર-12 રાઉન્ડમાં કર્યો હતો. આ વખતે પાકિસ્તાનનો હારવાનો વારો હતો. જેને ઝિમ્બાબ્વેએ માત્ર 1 રનથી હરાવ્યું હતું. 27 ઓક્ટોબરે રમાયેલી આ મેચમાં ઝિમ્બાબ્વેએ માત્ર 130 રન બનાવ્યા હતા અને તેના જવાબમાં પાકિસ્તાની ટીમ 20 ઓવરમાં માત્ર 129 રન જ બનાવી શકી હતી.
  • T20 વર્લ્ડ કપનો પાંચમો અપસેટ ઈંગ્લેન્ડ સાથે થયો હતો. આ વખતે સુપર-12માં આયર્લેન્ડે તેને 5 રનથી હાર આપી હતી. પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડે 157 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડે 5 વિકેટે 105 રન બનાવ્યા હતા. ત્યારબાદ વરસાદ આવ્યો અને આ રીતે ટીમે ડકવર્થ લુઈસ નિયમના આધારે આ મેચ આયર્લેન્ડે જીતી લીધી.
  • T20 વર્લ્ડ કપનો છઠ્ઠો અપસેટ રવિવારે (6 નવેમ્બર) એડિલેડ મેદાન પર થયો હતો. નેધરલેન્ડે સાઉથ આફ્રિકા જેવી મજબૂત ટીમને 13 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડે 158 રન બનાવ્યા અને જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 145 રન જ બનાવી શકી.

Comments

Popular posts from this blog

A Fine Day to Crash a Party

Wali Dad Story ~ Folktales Stories for Kids