એન્ટ્રી ગેટ પર પડાપડી, ત્રણ કિમી સુધી બસની લાઇન: PM મોદીની સભા માટે થરાદમાં જનમેદની
PM Modi
PMની સભા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હોવાના દ્રશ્યો સામે આવ્યા, રોડ પર 3 કિલો મીટર લાંબી બસોની લાઈન
- બનાસકાંઠાના થરાદમાં PM મોદીની સભા
- PM મોદી જાહેર સભાને કરશે સંબોધન
- મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે સભાસ્થળે
- રોડ પર 3 કિલો મીટર લાંબી બસોની લાઈન
આજે બનાસકાઠાના થરાદમાં PM નરેન્દ્ર મોદીની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ હવે PM મોદી થોડીક વારમાં થરાદમાં જાહેર સભાને કરશે સંબોધન કરશે. જોકે PMની સભા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. છેવાડાના લોકો PM મોદીની સભામાં પહોંચ્યા છે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયાથી મોરબી હોનારતને લઈ બોલતી વખતે ભાવુક થયા હતા.
- અસામાજિક તત્વો લાતો મારી પુલને ડેમેજ કરી રહ્યા હતા, મોતના મુખમાંથી બહાર આવેલા પીડિતની આપવીતી
- મોરબી દુર્ઘટના: મોટી માછલીને છોડી અન્ય 9ની ધરપકડ, ઓરેવાના માલિક જયસુખ પટેલ મામલે પોલીસનો ગોળગોળ જવાબ
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભા યોજાશે. આજે PM નરેન્દ્ર મોદી થરાદમાં સભાને સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને લઈ દૂર દૂરથી બસ મારફતે લોકો આવી પહોંચ્યા છે. આ તરફ વડાપ્રધાનની સભાને લઈ રોડ પર 3 કિમી સુધી બસની લાઈનો જોવા મળી રહી છે. આ સાથે એન્ટ્રી ગેટ પર પડાપડીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.
શું કહ્યું હતું PM મોદીએ ?
આજે સવારે કેવડીયા ખાતે એકતા પરેડમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હું એકતા નગરમાં છું પણ મારુ મન મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે આટલું કહેતા જ PM મોદીનો અવાજ રૂંધાયો હતો અને તેમણે કહ્યું કે આવી પીડા મેં મારા જીવનમાં ખૂબ ઓછી અનુભવી છે. એક તરફ દર્દથી ભરાયેલ હૃદય છે અને બીજી તરફ કર્મ અને કર્તવ્યનું પથ છે, હું તમારી વચ્ચે છું પણ કરુણાથી ભરાયેલું મન પીડિત પરિવારો સાથે છે.
Comments
Post a Comment