મોરબીના માતમમાં સહભાગી થયા પીએમ મોદી: પીડિતોને આપી સાંત્વના
વિડિયો જોવા માટે નીચે ફોટા પર ક્લિક કરો 👇👇👇
મોરબી,તા.1 નવેમ્બર 2022,મંગળવાર
રવિવારે મોરબીની મચ્છુ નદીની ઉપરના દોઢ સદી જુના કેબલ બ્રિજનો એક છેડો તૂટતા અંદાજે 500 લોકો નદીમાં ખાબક્યા હતા. તંત્ર અને સંચાલનના પાપે આ કરૂણાંતિકામાં અત્યાર સુધી 143 લોકો મોતને ભેટ્યા છે. મોરબીના મોતના તાંડવાનો તાગ મેળવવા અને પીડિતોના આ અસહ્ય દુખમાં સહભાગી થવા વડાપ્રધાન પીએમ મોદી બુધવારે બપોરે ચોપરથી મોરબી પહોંચ્યા છે.
પીએમ મોદી મોરબીમાં સૌપ્રથમ ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર બનાવ કઈ રીતે બન્યો તે જાણ્યું. ગૃહમંત્રી હર્ષ સંઘવી આ ઘટનાનું વર્ણન કરે તે સમયે મોદી આક્રોશ અને ગુસ્સામાં જોવા મળ્યા હતા. કેબલ બ્રિજ બાદ હવે મોદી ઈજાગ્રસ્તોની મુલાકાત કરીને આશ્વાસન આપ્યું કે તમામ સંભવિત મદદ થશે.
આ સિવાય તેમણે રેસ્ક્યુ ઓપરેશન કરનાર આર્મી, NDRF, SDRFની ટીમો સાથે પણ વાર્તાલાપ કર્યો હતો અને સમજ્યા હતા કે શું મુશ્કેલીઓનો સામનો તેમને કરવો પડ્યો હતો.
આ સિવાય હવે પીએમ મોદી મૃતકના પરિજનોને મળવા પહોંચ્યા છે. અહેવાલ અનુસાર તેઓ આ ઘટનામાં જીવ ગુમાવનાર 24 વ્યક્તિઓના પરિવારજનોને મળશે.
સંભાવના એ પણ છે કે આ મુલાકાત બાદ પીએમ મોદી દ્વારા આ અસરગ્રસ્ત પરિવારો માટે એક રાહત પેકેજની પણ જાહેરાત કરાઈ શકે છે.
Comments
Post a Comment