T20 World Cup 2022 પહેલા ઈંગ્લેન્ડે કાંગારુઓને નિકાળી દીધો દમ, ઘર આંગણે જ શ્રેણીમાં પરાજય
ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા (England Vs Australia) ને પ્રથમ બે T20 મેચમાં હરાવીને 3 મેચની શ્રેણી પર કબજો કરી લીધો છે. બીજી મેચ પણ ઈંગ્લેન્ડે 8 રનથી જીતી લીધી હતી.

જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 170 રન જ બનાવી શકી હતી. 49 બોલમાં 82 રન બનાવનાર ડેવિડ મલાન પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લિશ ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ઓસ્ટ્રેલિયાના આક્રમણ સામે મહેમાન ટીમે માત્ર 54 રનમાં પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી.જોસ બટલર, એલેક્સ હેલ્સ, બેન સ્ટોક્સ અને હેરી બ્રુક્સ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી ડેવિડ મલાન અને મોઈન અલીએ કમાન સંભાળી અને સાથે મળીને ઈનિંગને 146 રન સુધી પહોંચાડી દીધી.
મલાન અને મોઈને બાજી સંભાળી
મોઈનના રૂપમાં ઈંગ્લેન્ડને પાંચમો ઝટકો લાગ્યો હતો. આ પછી મલાનને કોઈ મજબૂત ટેકો ન મળ્યો અને વિકેટો પડવાની પ્રક્રિયા ચાલુ રહી. મલાનના રૂપમાં ઈંગ્લેન્ડને 171 રન પર 7મો ઝટકો લાગ્યો હતો. માલને 82 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. માર્કસ સ્ટોઇનિસે 34 રનમાં 3 વિકેટ લીધી હતી. જ્યારે એડમ ઝમ્પાએ 2 વિકેટ લીધી હતી.
Series secured in Canberra! 🏆 🦁
Scorecard: https://t.co/jOoguPDhFx
🇦🇺 #AUSvENG 🏴 pic.twitter.com/g8xmM3ogkq
— England Cricket (@englandcricket) October 12, 2022
Comments
Post a Comment