સલમાન ખાને ઉઠાવ્યો આયુષ શર્માની ત્રીજી ફિલ્મ પરથી પડદો, સાઉથ એક્શન મોડમાં જોવા મળ્યો એક્ટર
બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાને તેના નાના બનેવી અને એક્ટર આયુષ શર્માની (Ayush Sharma) અપકમિંગ ફિલ્મનું ટીઝર શેયર કર્યું છે. આયુષ શર્મા ટૂંક સમયમાં તેની અનટાઈટલ ફિલ્મ સાથે ફરીથી સ્ક્રીન પર જોવા મળશે.

આયુષ શર્માએ તેના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ટીઝર શેયર કર્યું છે. ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટીઝર શેયર કરતા એક્ટરે લખ્યું, “કેટલાક લોકો માટે રાજા, કેટલાક માટે એક રાક્ષસ, કેટલાક માટે સારો, તો કેટલાક માટે ખરાબ, હું કોણ છું ? આયુષ શર્માની પોસ્ટ પછી, સુપરસ્ટાર સલમાન ખાને પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના નાના બનેવીની અપકમિંગ ફિલ્મનું ટીઝર શેયર કર્યું છે.
સલમાન ખાને ફિલ્મનું ટીઝર શેયર કરતી વખતે આયુષને શુભકામનાઓ આપી છે. જેના પર કોમેન્ટ કરતા આયુષે તેમનો આભાર માન્યો છે. ટીઝર વિશે વાત કરીએ તો, એક્ટરે આ પહેલા આટલું ભયાનક પાત્ર ભજવ્યું ન હોત. ટીઝરમાં આયુષ શર્મા રાતના અંધારામાં જંગલની વચ્ચે પોતાના હથિયારથી લોહીલુહાણ કરતો જોવા મળે છે.
ટીઝરમાં જોઈ શકાય છે કે આયુષ શર્મા ગાઢ જંગલની વચ્ચે જબરદસ્ત એક્શન કરતો અને તેના એબ્સ ફ્લોન્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ સાથે તે એક્શન બાદ પોતાના માથા પર તાજ રાખતો પણ જોવા મળે છે. આ અનટાઈટલ ફિલ્મનું ટીઝર આયુષ શર્માએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેયર કર્યું છે. ટીઝરમાં એક્ટરની ફિટનેસ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. આ ફિલ્મ જોયા પછી એમ કહેવું ખોટું નહીં હોય કે મેકર્સે ફિલ્મમાં સાઉથ સિનેમાના ટ્રેન્ડને ફોલો કર્યો છે. પરંતુ આ ફિલ્મ સાથે જોડાયેલી વિગતો હજુ સામે આવી નથી, પરંતુ આયુષ શર્માની માઈથો મોડર્ન એક્શન એડવેન્ચર વર્ષ 2023માં રિલીઝ થશે.
બોલિવૂડ એક્ટર આયુષ શર્માએ આ ફિલ્મ પર વાત કરતા કહ્યું, “AS03 એક ખૂબ જ ખાસ ફિલ્મ છે, જે એક શાનદાર કોન્સેપ્ટ સાથે આવે છે, જે તરત જ મારી સાથે જોડાઈ ગઈ છે. આ એક ખૂબ જ અનોખી, રસપ્રદ અને રોમાંચક ફિલ્મ છે, જેમાં એક બેસ્ટ વિઝન અને કોન્સેપ્ટ રજૂ કરવા માટે એક ખૂબ જ સ્કિલ્ડ ટીમ પોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપવા માટે કામ કરી રહી છે. હું દરરોજ તેના પર કામ કરીને સરપ્રાઈઝ છું, અને દર્શકો દ્વારા આ દુનિયાને એક્સપ્લોર કરવા માટે એક્સાઈટેડ છું.
Comments
Post a Comment