Surat : પીએમ મોદીની મુલાકાત પહેલા વાયુસેના દ્વારા કરાયું હેલિપેડનું નિરીક્ષણ
રાજ્ય સરકાર દ્વારા પણ વડાપ્રધાન મોદીના કાર્યક્રમ સ્થળની તૈયારી પર સતત નિરીક્ષણ કરી રહ્યું છે. સુરત શહેર જિલ્લાના પ્રભારી સચીવ એન. થેન્નારસન દ્વારા સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે
2.60 કિલોમીટરનો કરશે રોડ શો
તારીખ 29 સપ્ટેમ્બરે સુરત ખાતે સુરત મનપાના 3500 કરોડથી વધુ કિંમત ધરાવતા પ્રોજેક્ટોના લોકાર્પણ, ખાતમૂહુર્ત કાર્યક્રમમાં હાજરી માટે પધારી રહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાનું પણ આયોજન કરાયું છે. વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી વખતે વડાપ્રધાન મોદીએ છેલ્લી વખત નિલગીરી ગ્રાઉન્ડ ખાતે જ સુરતમાં સભા સંબોધી હતી. ત્યારબાદ 29 સપ્ટેમ્બરે વડાપ્રધાન પ્રથમ વખત સુરતમાં સત્તાવાર કાર્યક્રમ માટે આવી રહ્યા છે. ગોડાદરા સ્થિત મહર્ષિ આસ્તીક વિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે તૈયાર થઈ રહેલ હેલિપેડથી સભા સ્થળે પહોંચતા પહેલા વડાપ્રધાન મોદી 2.60 કિલોમીટરનો રોડ શો કરશે.
મોટી સંખ્યામાં લોકો રોડ શો નિહાળે તેવું પણ આયોજન
વડાપ્રધાન મોદીના રોડ શો અને જાહેર સભાને સફળ બનાવવા માટે સુરત શહેરનું સમગ્ર તંત્ર તડામાર તૈયારીમાં છેલ્લા એક સપ્તાહ લાગી પડ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પણ વડાપ્રધાન મોદીના કાર્યક્રમ સ્થળની તૈયારી પર સતત નિરીક્ષણ કરી રહ્યું છે. સુરત શહેર જિલ્લાના પ્રભારી સચીવ એન. થેન્નારસન દ્વારા સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રોડ શોમાં ઉપસ્થિત લોકો જાહેરસભામાં ઉપસ્થિત રહી શકે તે હેતુથી નિલગીરી ગ્રાઉન્ડની બાજુમાં ખુલ્લા પ્લોટ પર વ્યવસ્થા કરવામાં આવશે
વાયુસેના દ્વારા હેલિપેડનું કરાયું નિરીક્ષણ
સવારના 10.30 વાગ્યાના અરસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરત એરપોર્ટ પર આગમન થશે. ત્યારબાદ મોદી હવાઇ માર્ગે સીધા કાર્યક્રમ સ્થળે પહોચવાના હોય નીલગીરી મેદાનથી બે કિ.મી. દુર ગોડાદરા વિસ્તારમાં આવેલી મહર્ષિ આસ્તિક સુક્લના ગ્રાઉન્ડમાં હેલીપેડ બનાવવામાં આવ્યું છે. વાયુ સેના દ્વારા હેલીપેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું
Comments
Post a Comment