PM Modi Gujarat Visit : ‘સુરત આવો અને અહીંનું જમો નહીં તેવુ ન ચાલે’, વડાપ્રધાન મોદીનું સુરતમાં સંબોધન
વડાપ્રધાન મોદીએ (PM Modi) કહ્યું કે , 'આ સદીના શરૂઆતના દાયકાઓમાં જ્યારે દુનિયામાં 3-P એટલે કે પબ્લિક-પ્રાઇવેટ અને પાર્ટનરશિપની વાત થતી હતી, ત્યારે હું કહેતો હતો કે સુરત 4-Pનું ઉદાહરણ છે. 4-P નો અર્થ છે લોકો, જાહેર, ખાનગી અને ભાગીદારી. આ મોડલ સુરતને (Surat) ખાસ બનાવે છે.
સુરત એટલે શ્રમનું સન્માન કરનાર શહેર : PM મોદી
તો સાથે વિકાસને વાગોળતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તાપી પર બ્રિજ (Bridge) બનાવવામાં આવ્યા જેથી કનેક્ટિવિટી વધી, સુરત શહેર ખરેખર બ્રિજનુ શહેર છે. સુરતના આસપાસના શહેરોમાં પણ વિકાસ થયો. આ પ્રોજેક્ટથી સુરતવાસીઓને જ નહીં ગુજરાતના નાગરિકોને પણ ફાયદો થશે.ડબલ એન્જિનની સરકાર બાદ ઘર બનાવવામાં પણ ઝડપ આવી છે.તો આયુષ્માન ભારત યોજના અંતર્ગત સવા લાખ સુરતીઓને સારવાર મળી.ઉપરાંત દેશમાં 35 લાખ લોકોને બેંકમાંથી વિના ગેરંટીએ લોન મળી છે.
ડબલ એન્જિનની સરકાર બન્યા બાદ વિકાસને વેગ : PM મોદી
વધુમાં તેમણે કહ્યું કે, ‘ડબલ એન્જિનની સરકાર (Gujarat govt) બન્યા બાદ સુરતના ગરીબ અને મધ્યમ વર્ગને મકાન બનાવવાની સાથે અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. આયુષ્માન ભારત યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં લગભગ 4 કરોડ ગરીબ દર્દીઓને મફત સારવાર મળી ચુકી છે. તેમાંથી 32 લાખથી વધુ દર્દીઓ ગુજરાતના છે અને લગભગ 1.25 લાખ સુરતના છે.
સુરતને ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે વિકસાવવામાં આવશે : PM મોદી
તો વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘સુરતના લોકો વેપાર-ધંધામાં લોજિસ્ટિક્સના મહત્વથી સારી રીતે વાકેફ છે. નવી લોજિસ્ટિક્સ પોલિસીથી સુરતને ઘણો ફાયદો થવાનો છે. મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટે સુરતમાં એક મોટી સ્કીમ પર કામ શરૂ થઈ ગયું છે. સુરતનો કાપડ અને હીરાનો ધંધો દેશભરના અનેક પરિવારોનું જીવન ટકાવી રાખે છે. જ્યારે ‘ડ્રીમ સિટી’ પ્રોજેક્ટ પૂર્ણ થશે, ત્યારે સુરત વિશ્વના સૌથી સુરક્ષિત અને સુવિધાજનક ડાયમંડ ટ્રેડિંગ હબ (trading hub) તરીકે વિકસિત થવા જઈ રહ્યું છે.
Comments
Post a Comment