‘હાસ્યનો ડાયરો’: પતિએ કહ્યું- આજકાલ તું મને દારૂ અને સિગરેટ પીતા રોકતી કેમ નથી..,વાંચો પત્નીનો મજેદાર જવાબ

 

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.


‘હાસ્યનો ડાયરો’: પતિએ કહ્યું- આજકાલ તું મને દારૂ અને સિગરેટ પીતા રોકતી કેમ નથી..,વાંચો પત્નીનો મજેદાર જવાબ
Hasya no Dayro
TV9 GUJARATI

 | Edited By: Meera Kansagara

Sep 30, 2022 | 9:52 AM




આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…




———————-

(ભૂરો જ્યોતિષને ત્યાં)

જ્યોતિષ : (હાથ જોઈને) એકાદ વર્ષ તકલીફો રહેશે…

ભૂરો : પછી તો બધું એકદમ મસ્ત ને..!!???

જ્યોતિષ : ના રે…પછી તમે ટેવાઈ જશો..

😂🤣😂

———————-

“ડિજે વાલે બાબુ મેરા ગાના બજાદો”

આ ગીત ખરેખર ગુજરાતી ગરબા પરથી ચોરેલું છે…

“ઢોલિડા ઢોલ રે વગાડ મારે હિંચ લેવી છે…!!!!” 😜😂

———————-

પતિ : આજકાલ તું મને સિગારેટ પીવાથી રોકતી નથી અને દારૂ પીવાથી પણ… શું થયું ફરિયાદો કરીને થાકી ગઈ..!?

પત્ની : ના, LIC વાળો પરમ દિવસે જ બધા ફાયદા બતાવીને ગયો છે..!

🤣😂

———————-

ફાટેલી 20 રુપિયાની નોટ ક્યાંય ચાલતી ન હતી,

માંડ દુકાને આપીને દૂધની થેલી લીધી, ઘરે આવીને ચા બનાવી તો ચા ફાટી ગઈ…

(કર્મનો સંગાથી રાણા મારૂં કોઈ નથી…)

😜

———————-

ઘરમાં આપણો વટ એટલે વટ હો..

ઘરમાં આગલા દિવસનું રાંધેલું પણ મને પુછીને જ ગાયને નાખે..

“તમારે ખાવું છે કે જવા દઉં…”

😂🤣😂

————————-


(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)



Comments

Popular posts from this blog

20 Good Short Moral Stories for Kids

Be content with what you have

Gujrat Election 2022: અરવિંદ કેજરીવાલના રોડ શોમાં લાગ્યા મોદી મોદીના નારા, પછી અરવિંદ કેજરીવાલે આપ્યો કંઇક આવો જવાબ!