માત્ર ૧૯ વર્ષ ની નાની ઉંમરે જેરમીએ કર્યું આવું કામ...વિગતો જોઈ ચોકી જશો તમે
ભારતે ગેમ્સનો બીજો ગોલ્ડ પણ વેઈટલિફ્ટિંગમાં જીત્યો. યુથ ઓલિમ્પિક ચેમ્પિયન જેરેમી લાલરિનુનગાએ 67. કિ.ગ્રા,
વજનવર્ગ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. 19 વર્ષીય જેરેમીએ 2 ગેમ્સ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. ગત વર્ષે કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર જેરેમીએ કુલ 300 કિ.ગ્રા. વજન ઊંચક્યું. તેણે સ્નેચમાં 140 કિ.ગ્રા. અને ક્લિન એન્ડ જર્કમાં કુલ 160 કિલોગ્રામ વજન ઊંચક્યું. તેણે સ્નેચ અને કુલ વજનમાં ગેમ્સ રેકોર્ડ બનાવ્યો. સમોઆના વાઈવાપા આઈજોને (293 કિ.ગ્રા.)એ સિલ્વર જીત્યો હતો. ક્લિન એન્ડ જર્કના પ્રથમ પ્રયાસ સમયે જેરેમી ઈજાગ્રસ્ત થયો હતો. જોકે તેમ છતાં તે પછીના 2 પ્રયાસ માટે ઉતર્યો હતો. જેરેમીના પિતા લાલરિનુંગા રાજ્ય અને રાષ્ટ્રીય સ્વરે બોક્સિંગમાં મેડલ જીતી ચૂક્યા છે. તેમણે ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે PWDના માર્ગ નિર્માણ વિભાગમાં ઝાડૂ મારવાની નોકરી કરવી પડી હતી. જેરેમીનું 2012માં આર્મી સ્પોર્ટ્સ ઈન્સ્ટિટ્યૂટમાં સિલેક્શન થયું, 2016માં તે નેશનલ કેમ્પમાં જોડાયો હતો.
Saras kam kryu
ReplyDelete