હાર્દિક 500+ રન અને 50+ વિકેટની સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય

 




બીજી ટી-20માં અંતિમ ઓવરમાં ભારતીય ટીમે 5 વિકેટનો હારનો સામનો કરવો પડ્યો હતો. જે પછી 24 કલાકની અંદર ભારતીય ટીમ ત્રીજી ટી-20 રમવા મેદાને ઉતરી હતી. આ મેચમાં જાડેજાને આરામ આપતા હુડ્ડાને તક અપાઈ હતી. મેચમાં વિન્ડીઝે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના ભોગે 163 રન કર્યા હતા. કાયલ મેયર્સે 73 રનની ઈનિંગ્સ રમી હતી, ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 1 વિકેટ ઝડપી હતી. આ વિકેટ ઝડપવાની સાથે જ હાર્દિક પંડ્યા આંતરરાષ્ટ્રીય ટી-20માં 50+ વિકેટ અને 500+ રનની બેવડી સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો.


Comments

Popular posts from this blog

20 Good Short Moral Stories for Kids

ભારત જોડો યાત્રા’ પર ભાજપે ફરી કટાક્ષ કર્યો, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું- જ્યાં મેચ હોય છે ત્યાં નથી પહોંચતા રાહુલ ગાંધી

Gujrat Election 2022: અરવિંદ કેજરીવાલના રોડ શોમાં લાગ્યા મોદી મોદીના નારા, પછી અરવિંદ કેજરીવાલે આપ્યો કંઇક આવો જવાબ!